●સૌરાષ્ટ્ર
આતમ ઝરૂખેથી ઝાંખતો હોઉં તને ને દિવાલના કાનેથી વાત જડે..,
ક્યાંક કોક'દી વાગોળતો હોઉં તને ને શ્વાસમાં ફૂલોની ભાત જડે..!
આંગણે આવી બેઠો છે ટહુકો ને ફળિયામાં પંખી ની નાત જડે..,
આકાશી ચંદરવાને જઈને કયો અહીં આભલે ટાંકેલી રાત જડે..!
ઊગમણે થઈ ને આથમણે પોઢતો પ્રખર સૂર્ય જો સંગાથ જડે..,
કોક'દી તું ભૂલો તો પડ ભગવાન સૌરાષ્ટ્રમાં માનવીની જાત જડે..!
કાંઠા લગોલગ વહે છે હિરણ ને કાંઠે ગીર નેહડાનો પ્રાંત જડે..,
આખરે તો દરિયામાં જઈને ભળી જ જવાની નદીને જો એકાંત જડે..!
ઓવારણાં લેતી દીકરી હોં સામે અહીં સિંહ યુગલ પણ શાંત જડે..,
વખત હોય વારું ટાણા ના તો "કાફિયા" સમ દઈ રોકતા રાંક જડે..!
#TheUntoldકાફિયા