ફરે જો હવા તો ધજા પણ ફરે છે,
ફરે આસ્થા જ્યાં, ખુદા પણ ફરે છે.
મળે ન્યાય સરખો એ બનશે કદી ના,
ફરે લાગવગ, તો સજા પણ ફરે છે.
ભલે લોકડાઉન રહ્યું આ શહેરમાં,
ફરે રાજવી ને પ્રજા પણ ફરે છે.
ન શોધો સમયનાં નિશાનો હવામાં,
ફરે સાપ, સાથે લીટા પણ ફરે છે.
ઘણી છૂટ લઈને બનાવો ગઝલ તો;
ફરે ગાલગાગા, લગા પણ ફરે છે.
~ ભાવેશ..