Gujarati Quote in Poem by Chaitanya Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અંતરની આરઝૂ સ્વીકારનાર તમે જ છો.
વરસાવનાર હેત હરિ અપાર તમે જ છો.

કેમ ભૂલી શકાય કરુણા તમારી પરમેશ,
મુસીબતોમાં જે સાથ દેનાર તમે જ છો.

આપ્યો મનુજદેહ પારાવાર કૃપા કરીને,
વારંવાર સંભાળ મારી લેનાર તમે જ છો.

ભૂલો કરી અગણિત ભગવંત અજ્ઞાનથી,
સદાય ક્ષમા કરીને ભૂલનાર તમે જ છો.

ૠણી છું તમારો ભવોભવથી હું ઈશ્વર,
ભટકતા જીવના એક આધાર તમે જ છો.

- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Gujarati Poem by Chaitanya Joshi : 111607423
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now