Gujarati Quote in Thought by SHILPA PARMAR...SHILU

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઘણી યાદો દિલમાં સંઘરી રાખી છે મેં...
ખરેખર ,ખૂબ મજાના દિવસો હતા એ...

સમય ઓછો પડે,પણ વાતો બાકી રહેતી,,
એવી અમારી મિત્રતા હંમેશા અકબંધ રહેતી,,
ખરેખર ,ખૂબ મજાના દિવસો હતા એ...

હાથમાં હાથ નાખીને સ્કૂલની સીડીઓ ચડતા,,
કયારેક ખભે માથું નાખીને હળવા બનતા,,
ખરેખર ,ખૂબ મજાના દિવસો હતા એ...

પેલી રિશેષને યાદ કરતા તો આંખમાં આંસુ આવી જાય,,
ડબ્બા એક હોઈ કે દસ બધા ખાલી થઈ જાય...
ખરેખર ,ખૂબ મજાના દિવસો હતા એ...

કયારેક મીઠો ઝગડો ,તો કયારેય તીખા સેવ મમરા
એવા હતા અમારી સ્કૂલ લાઈફના જલસા,,
ખરેખર ,ખૂબ મજાના દિવસો હતા એ...

ફરી એકવાર એ જ બેન્ચ પર બેસવું છે,,
મન ભરીને શિક્ષકોનો મીઠો ઠપકો સાંભળવો છે,,
ખરેખર ,ખૂબ મજાના દિવસો હતા એ...

હજી એકવાર સ્કૂલ પિકનિકની સફર કરવી છે,,
દોસ્ત સાથે બેસીને એક મહેફિલ કરવી છે,,
ખરેખર ,ખૂબ મજાના દિવસો હતા એ...

આજે બસ યાદ બની ને રહી ગયા છે જે...
ખરેખર ,ખૂબ મજાના દિવસો હતા એ...

FROM
SHILU PARMAR

Gujarati Thought by SHILPA PARMAR...SHILU : 111606772
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now