એકદમ તાજી ગઝલ
કર ધીંગાણું
જાત સાથે કર ધીંગાણું
ઢોંગ સાથે કર ધીંગાણું
સાદું જીવન જીવવાને
ઠાઠ સાથે કર ધીંગાણું
આતમા પરમાતમા છે
શોક સાથે કર ધીંગાણું
મોહ માયા લોભ લાલચ
ખોટ સાથે કર ધીંગાણું
દેશ આગળ ને પછી સૌ
દ્રોહ સાથે કર ધીંગાણું
સરલા સુતરિયા
તા. ૦૭-૧૧-૨૦૨૦