પરિવહન મુજ અંતરમાં, ચૈતન્ય ચેતના,
દ્રષ્ટિ બાહ્ય ભીતર , ઉજ્જવલ ચેતના;
અહો, સદભાગ્યે મળ્યો માનવ દેહ ને,
શ્વાસ પ્રછવાસ માં , જીવંત છે ચેતના;
રાગી વિરાગી કે ભલે હો , વિતરાગ માં,
અવતરણ હ્રદયથી, ભાવના ત્મક ચેતના;
સુખદુઃખ, લાભ હાની, રાગ દ્વેત પ્રકૃતિ,
ચિત્ત ને નિર્મળ ભાવે, સુકુન દેતી ચેતના;
આનંદ મંગલ સ્વરૂપ, સહજ ચૈતન્ય મય,
પરમકૃપા મહાશક્તિ, આવિર્ભાવ ચેતના;
-મોહનભાઈ આનંદ