Gujarati Quote in Blog by MaNoJ sAnToKi MaNaS

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

1857ના સંગ્રામનું નેતૃત્વ જ્યારે 82 વર્ષના હિંદના આખરી સમ્રાટ બહાદુર શાહ ઝફર કરતા હતા. શરૂઆતમાં ભારતમાં અંગ્રેજોને પરાસ્ત કરવામાં સફળ રહ્યું હતું. પછી અંગ્રેજોએ કપટ નીતિથી વિગ્રહ ને દબાવવાના પ્રયાસ કર્યા જે સફળ પણ થયા હતા. ભારતના અમુક ગદ્દારો થકી અંગ્રેજો હારી ગયેલી યુદ્ધ જીતતા ગયા. જ્યારે ઝફરને પકડી ને હુમાયુના મકબરા માંથી પડી બર્માના રંગુલમાં નજરકેદ કરવામાં આવ્યા. ત્યારે થોડુંક ઉર્દુ જાણતા અંગ્રેજો બાદશાહ ઝફર ને એક શેર કહ્યો,


दम में दम नही अब खैर मागो जान की,
ऐ ज़फ़र
अब म्यान हो चुकी है शमशेर हिंदुस्तान की।।


આ સાંભળી ઝફરે સામે એક શેર કહ્યું જે ભારતની આઝાદીનો પાયાનો પથ્થર બની ગયો છે. અને આજે પણ એ શેર ઘણા હિન્દુસ્તાનના લોકોને યાદ છે અને અમુક સમયે એ શેર ને બોલતા પણ આવ્યા છે. ઝફરે કહ્યું હતું કે,


हिंदीयो में बु रहेगी जब तलक ईमान की,
तख्त-ऐ लंदन तक चलेगी तेग हिंदुस्तान की।।


બાદશાહ ઝફર એમના અંતિમ શ્વાસ હિન્દની ધરતી પર લેવા માગતા હતા પણ એમને એ નસીબ નહોતા થયા. એકવાર એમને ભૂખ લાગી ત્યારે ઝફરની સામે થાળીમાં એમના સગા દીકરાના માથા પીરસવામાં આવ્યા હતા. ત્યારે ઝફર અંગ્રેજો ને બોલ્યા હતા કે, આ જ રીત હિંદના લોકોની છે કે મસ્તક કપાવવું પસંદ કરે છે પણ મસ્તક ઝુકાવવું ક્યારેય સ્વીકાર્ય નથી. મને મારા દીકરાઓ પર ગર્વ છે.


કદાચ આપણે ધર્મ અને મઝહબની લડાઈમાં આ વીર મહાપુરુષને ભૂલી ગયા છીએ. જ્યારે 82 વર્ષનો વૃદ્ધ માણસ દેશની આઝાદી માટે લડે ત્યારે એ બહાદુર શાહ ઝફર બની જાય છે. એ જ જવાબ જ્યારે સરહદ પર જાય ત્યારે એ અબ્દુલ હમીદ બનીને માત્ર એક બંદૂકના નાળચા થી સાત અમેરિકાની ટ્રેન્કના ચુરા કરી નાખે છે અને એ જ યુવાન જ્યારે રાજનીતિમાં આવે છે ત્યારે એ.પી.જે અબ્દુલ કલામ બની ભારતના યુવાનોને 21મી સદી ભારતના દીકરા દીકરીઓ ની છે એ કહી તમામ યુવાનોના પથદર્શક બને છે.

ઝફર એક સારા શાયર પણ હતા. એમબી રચનાઓ આજે પણ ઘણા મંચ પરથી રજૂ કરવામાં આવે છે. એમનો એક શેર વાંચ્યો ત્યારે ખબર પડી કે એ માણસ 88 વર્ષનો હતો પણ એમનો હિન્દુસ્તાન પ્રત્યેનો પ્રેમ હદ બહારનો હતો. એમના અંતિમ દિવસોમાં એમણે પોતાની વેદના એક શેર દ્વારા રજૂ કરી છે....

कितना है बदनसीब ज़फ़र दफ़न के लिए,
दो गज़ जमी भी न मिली कु-ऐ- यार मे।।

આ શેરની સાથે જ મહાન બાદશાહ, એક વીર યોદ્ધા અને એક સાચા પથદર્શકના શ્વાસ પુરા થઈ ગયા. એ દિવસ 7 નવેમ્બર 1862 નો હતો. મને યાદ છે ત્યાં સુધી મેજર હડસન નામના અંગ્રેજ અધિકારીએ એમને હુમાયુના મકબરા માંથી બહાર કાઢ્યા ત્યારે એ ભિખારી જેવા વેશમાં હતા એ વાક્ય હડસને પોતાની ડાયરીમાં લખ્યું છે. એક સમ્રાટ કે જે અંતિમ શ્વાસ ખૂબ જ સાહેબીમાં લઈ શકતા હતા પણ એમને માત્ર આ હિન્દને આઝાદ કરવા માટે તમામ સગવડો ની કુરબાની આપી દીધી પણ પોતાનું મસ્તક અને હિન્દની લાજ જીવતા જીવ અંગ્રેજી સામે ઝુકવા ન દીધી. એ મહાપુરુષ માટે એમની પૂર્ણતિથી પર મારો એક શેર શબ્દાજંલી તરીકે એમની કુરબાનીને અર્પણ કરું છું....
.
"मनोज"हिन्द के कण कण में जिंदा है ज़फ़र,
मातृभूमि की रक्षा करने वाला बंदा है ज़फ़र।।

મનોજ સંતોકી માનસ

Gujarati Blog by MaNoJ sAnToKi MaNaS : 111604593
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now