Gujarati Quote in Blog by Ruchita Gabani Kakadiya

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તારી યાદ આંખમાં આંસુ લઈ આવે છે,
આ આંસુ, સાથે આપડી વિતાવેલી યાદો ના સંભારણાં લઈ આવે છે..
મન થોડું ભારે થઈને ગમગીન થઈ જાય છે,
કારણકે તને ભેટી પડવાની, ના પુરી થઈ શકે એવી ઈચ્છા થઈ આવે છે..
આમ તો તારી યાદ ક્યારેય આવતી જ નથી,
કારણકે દિલમાંથી તારી સ્મૃતિ ક્યારેય જતી જ નથી..
છતાંય કોણ જાણે કેમ, ક્યારેક અમસ્તા તારી યાદ આવે છે,
જે સાથે તારી કિધેલી કેટલીય વાતોની વણઝાર લઈને આવે છે..

~ રુચિતા ગાબાણી

Gujarati Blog by Ruchita Gabani Kakadiya : 111604553
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now