મિત્ર
જીવન મધુવનમાં પાનખર આવે તો વસંત તું છે
સુવાસિત જિંદગીમાં શ્વાસ રૂંધાય તો ઓક્સિજન તું છે
આંખોમાં ઓઝલરૂપ આંસુ આવે તો ઝીલનાર તું છે
જીવન રાહમાં ઉદાસીનતા ઉભરે તો ઉત્સાહી સ્ત્રોત તું છે
જીવન મૂલ્યની અધુરપતાને પૂર્ણ કરનાર એક સધિયારો તું છે
કંટકરૂપ આવી પડેલ વિટંબણાને ઉકેલનાર સાથી તું છે
મનોભાવરૂપી કરમાયેલ ફૂલને ખીલતું રાખનાર ખાતર તું છે
મુશ્કેલ ઘડીમાં અડીખમ ઉભો રહી સાંત્વન આપનાર તું છે
મિત્ર નામનું આ તત્વ નિસ્વાર્થ પ્રેમનું પ્રતીક તું છે
અપેક્ષા રહિત પ્રેમાળ મિત્રતાનો ધોધ એટલે તું જ છે
-Shree