Gujarati Quote in Poem by શિતલ માલાણી

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

લકીરોની જગ્યાએ હથેળીમાં, શ્યામ લખી દઉં..
મહેંદીની શી જરૂર, લાવને સંધ્યાનો રંગ ઢોળી દઉં..

ઓઢણી તો આભલાની મને ગમતી ચકમકતી
હવે તો મોરપીંછની રંગીન છાંટ છાંટી દઉં..

એની નખરાળી આંખે, ઝલકતી મુજ છબીની
જગ જુએ એમ તારા હાથે તાળી આપી દઉં..

ફૂલો તો રોજ ખીલશે આપણા પ્રેમરસથી ભરપૂર
લાવને ગજરાની સાથે પ્રિતની માળા ગુંથી દઉં..

નિધીવન હોય કે વૃંદાવન, શ્યામ તો હોવાનો જ
ગોપી સંગે રાસ રમતા રમતા પ્રાણ આપી દઉં..

-શિતલ માલાણી

Gujarati Poem by શિતલ માલાણી : 111603838
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now