🌹 અલખ ના ઓટલે🌹
મનવો જાણે અમે સારા કામ કરશુ.
ઊલ્ટા નો લાગ્યો ઉત્પાત રે...મન સમજ્યા વીના.
જેના તનડામા તપીયલ તાપ રે...મન સમજ્યા વીના.
પરીક્ષીત રાજા ને જેદી અજ્ઞાન ઉપજ્યા ને,
ઋષી ના ગળા મા નાખ્યો સાપ રે. ...મન સમજ્યા વીના.
સાત સાત દિવસે સર્પદંશ
ઋષી ના લાગ્યા શ્રાપ રે...મન સમજ્યા વીના.
ઈંદ્ર રે રાજા ને અજ્ઞાન ઉપજ્યાને,
ગૌતમના ધર મા રહ્યા રાત રે...મન સમજ્યા વીના
એક ભંગ કારણે ઈ તો સહસ્ત્ર ભંગ પામ્યો,
ગૌતમ ના લાગ્યા એને શ્રાપ રે...મન સમજ્યા વીના.
રાજા રે રાવણ ને જ્યારે અજ્ઞાન ઉપજ્યા ને
રામ ના ધર મા નાખ્યો હાથ રે...મન સમજ્યા વીના.
રાવણ ને મારી રામ અયોધ્યા મા આવ્યા ને,
વીભીષણ ને આપ્યા રાજ રે...મન સમજ્યા વીના.
મુળ રે વચન નો મુર્ખો મરમ સમજે નહી ને
બેસી ને માંડે જોને પાટ રે...મન સમજ્યા વીના.
અગમ- નીગમ ની જેને ખબરુ પડે નહી ને,
મહારાજ ગાવે મુળદાસ રે...મન સમજ્યા વીના.