હવે ક્યાં કશુંયે જો બાકી રહ્યું છે !
સતત શ્વાસથી કોઈ થાકી રહ્યું છે.
ઢળી સાંજ તો યાદ આવી તમારી ,
નજર , આંગણું , દ્વાર તાકી રહ્યું છે.
મુબારક તમોને તમારી અદાઓ ,
અહીં ધારણા કોણ આકી રહ્યું છે ?
સતત હું ઘવાતો રહ્યો કારણોથી ,
કહો , ટાંકણા કોણ ટાંકી રહ્યું છે ?
નિરાંતે સૂવા દે મને જિંદગી તું ,
કફન પ્રેમથી કોઇ ઢાંકી રહ્યું છે.
! વિસ્મય !