રખેને પરિહાસ માં, એક પળ છુટી જાય,
સંબંધ સ્નેહ નો, ખેંચતાણ માં છુટી જાય;
નજરમાં ભરતા પૂર્વે જ, અદ્રશ્ય ભાવ માં,
અજાણતાએ કદી,સ્નેહ બાણ છુટી જાય;
કથન હોય છે કદાચિત,ચીજ વસ્તુ વિચાર,
ઉભરતી ઊર્મિઓની ,રસલ્હાણ છુટી જાય;
બેબાકળો બની જ ઈને, ક્યાંક શબ્દ વિહીન,
મૂક પ્રેક્ષક બનીને ઈશારો,કદાચ વછૂટી જાય;
ગજબ સામ્રાજ્ય એ અનંત, આનંદ સ્વરૂપનું,
વિલસતી માયા નગરીમાં,પ્રાણ જ છુટી જાય;
-મોહનભાઈ આનંદ