સમય ની માંગ છે એવી
_________________
પાયા નાં પત્થર ને હવે ગુંબજ માં સજાવી લવ છું હવે,
પાયા ની સમજ એટલી, એટલે એને રોશની થી સજાવી લવ છું હવે,
દેવતા ને હ્રુદય થી કાઢી મંદિર માં પધરાવી દવ છું હવે,
સમય ની માંગ છે એટલે, ક્રિયા ઓ બધી પૂરી કરી લવ છું હવે,
સમય ને સુવાસ ની જરૂર નથી એટલે ફૂલો ને ગણી ધરાવી લવ છું હવે,
ગુલાબો થી કંટકો નો ડર લાગશે એટલે
સુંદર કાગળ નાં ફૂલો માં અંતર છાંટી લવ છું હવે,
ગરબા ઓ બધા દિલ થી ગવાતા એને કેસેટો માં વગાડી લવ છું હવે,
હ્રુદય ને ગમે કે ના ગમે, સમય ની માંગ પૂરી કરી લવ છું હવે,
ભાવ થી બનાવેલો પ્રસાદ કયાં ખપે છે હવે
એટલે મંદિર માં પ્રસાદ લખાવી લવ છું હવે.
પ્રભુ ને મંદિર મા પધરાવી હવે હ્રુદય ને કબર માં દફનાવી લવ છું હવે,