"ચા"ની આદત છે ખરી મારી;
પણ એમાં શાણપણ છે મારી;
ભલા માણસ,
થોડા મુરજાયેલા સંબંધો મારે;
ફરી થી સાચવી જવા છે, મારે..
આ ફાની દુનિયા માં યાર;
ભલે લાખ વાંક કાઢી ગયા હોય તમે મારા;
થોડી જિદ્દ તમે છોડો, થોડી જિદ્દ હુ છોડું;
ચાલ ફરી થી "ચા" પીવાનું નવું બહાનું તો બનાવ યાર;
"ચા"ની સાથે થોડી યાદો તો તાજી કરી લઈએ યાર;
બરોબર ખબર છે મને આ ફાની દુનિયા છે નાની, યાર;
ચાલ, મુરજાયેલા સંબંધો ફરી થી તાજા કરી લઈએ યાર;