Gujarati Quote in Blog by Ruchita Gabani Kakadiya

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પ્રેમ એટલે..કંઈપણ અપેક્ષા વગર નું સમર્પણ...
પ્રેમ એટલે.. એનું એક સ્મિત જોવા માટે બધું જ કુરબાન કરવાની તૈયારી...
પ્રેમ એટલે..એને ખુશ જોઈને આપણી ખુશી બમણી થઈ જવી...
પ્રેમ એટલે..એના આંસુ જોઈને એના કરતાં પણ બમણી તકલીફ થવી...
પ્રેમ એટલે..એને ગમતી હરેક વસ્તુ કરવાનું મન થવું...
પ્રેમ એટલે..દુનિયા લૂંટાવા છતાં એવું લાગવું કે આ પણ ઓછું છે...
પ્રેમ એટલે...લાખો માણસોની ભીડમાં રહેવા છતાં બસ એના જ વિચારોમાં ખોવાયેલું રહેવું...
પ્રેમ એટલે..એ સાથે ના હોવા છતાં કલ્પનામાં પણ એની જ સાથે વાતો કરવી...
પ્રેમ એટલે..જીવનની હરેક પરિસ્થિતિમાં એકબીજાનો સાથ આપવો..
પ્રેમ એટલે...પોતાની આંખોમાં આંસું હોવા છતાં એને હસાવવાની કોશિશ કરવી...
પ્રેમ એટલે..દેખાડીયે એના કરતાં કેટલીયે ગણી મનમાં હોય એ લાગણી...

~ રુચિતા ગાબાણી

Gujarati Blog by Ruchita Gabani Kakadiya : 111601447
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now