મૌન સાચે કંઈ , બોલતુ હોય છે,
આંખે ભાવો જોને તોલતુ હોય છે.
કોણ ઈશારા થી , સમજાવે જ્યાં,
શબ્દ દિલ સાચે જ ખોલતુ હોય છે.
મનના મણકા જોડતું તો હોય છે,
તૃષ્ણા તાલે , મોલતું તો હોય છે.
હા, તરંગો માં હયાતી જો ખરું ?
દર્પણમાં જો, ત્યાંય ડોલતુ હોય છે.
દિવ્ય આનંદ લ્હેર માંહી, સર્વદા
ચેતના માં ચિત, જ બોળતુ હોય છે.
-મોહનભાઈ આનંદ