જીવન સંધ્યાના અંતિમ પડાવે પહોંચેલી વ્યક્તિ જોડે એક જ મહામૂલી મૂડી હોય છે જે એને જીવંત રાખે છે અને એ છે યાદો... વારે તહેવારે આ યાદો એમના સ્મૃતિ પટલ પર ઉપસી આવે છે અને એની સાથે સંકળાયેલી વ્યક્તિ, કોઈ સુખદ કે દુઃખદ પળ, ફરિયાદો બધું જ ફરી એ અનુભવી લે છે. કોઈ વાર એ પળો આવ્યાનો અફસોસ તો કોઈ વાર એના જવાનો અફસોસ પણ માનવી ક્યાં એટલો સમર્થ છે કે ભૂતકાળને બદલી શકે એતો ફરી ફરીને એનો મુક સાક્ષી જ બનીને રહે છે. આવા જ એક જીવન સંધ્યાએ પહોંચેલા એક સમયના ક્લાસ વન ઑફિસર ની થોડી મધુર યાદો અને ઉપેક્ષિત વર્તમાનની વાર્તા એટલે "ઉપેક્ષા..."
Shefali લિખિત વાર્તા "ઉપેક્ષા" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19899362/neglect