મારી ગઝલ..
શબ્દ નો શણગાર છે મારી ગઝલ.
પ્રીતનો ધબકાર છે મારી ગઝલ.
મુજ હૃદયમાં જે બિરાજે છે અહીં,
ઈશનો રણકાર છે મારી ગઝલ.
જે નયનથી હું બનું ઘાયલ સદા,
લાગણીનો તાર છે મારી ગઝલ.
દુશ્મનો સામે હજુયે ઢાલ છે,
હેતની તલવાર છે મારી ગઝલ.
કોઈ દિ જો થાય મારો સામનો,
મોતને પડકાર છે મારી ગઝલ.
તું મળે "રોશન" બની દિલ નાચતું,
પ્રેમનો અણસાર છે મારી ગઝલ.
✍️ રોશન