જીવન જીવો,
ઘણું જીવો,
પણ ખુશહાલ જીવો,
ચિંતામુક્ત જીવો,
મુશ્કેલીઓ સાથે જીવો,
સ્વયં માટે જીવો,
બની શકે તો બીજા માટે પણ જીવો,
મરજી મુજબ જીવો,
સિદ્ધાંત સારા પણ
સમાધાન કરીને પણ જીવો,
ખેલદિલી થી જીવો,
સપના જુઓ અને એ
સપના પુરા કરવા જીવો,
સફળતા માટે જીવો,
પછી ભલે નિષ્ફળતા મળે,
યાદગાર જીવો,
બસ આટલી જ ઈચ્છા છે અને
વિચારસરણી પણ છે.