જીવન છે તકલીફ પડે ગીતા ,
આ ધરતી પર માણસ તરીકે
જીવવા માં તકલીફ પડે.
રોજ બરોજ ની નવી
સમસ્યાઓ સામે આવે,
ધંધા રોજગાર છે બંધ જ્યાં
એક સાંધો ત્યાં તેર તુટે
જીવન છે તકલીફ પડે.
ત્યારે જીવન ની સાચી
તસવીર સામે આવે,
જીવન ની પરિભાષા સમજાય,
સગાં સ્નેહી થી ઓળખ થાય,
દોસ્ત મિત્રો ની પરખ થાય,
દુનિયા દારીની રીત સમજાય,
જીવન નો એક નવો પાઠ શીખાય.
✍️...© drdhbhatt...