તીર્થ ગયે ફલ એક હૈ
સંત મિલે ફલ ચાર
સદગુરૂ મિલે ફળ અનંત હૈ
કહત કબીર વિચાર
તો હવે તીર્થમાં જવાથી એક ફળની પ્રાપ્તિ થાય છે
કહ્યું કે તન ને વસત ઉજળું થાય, મનનો મેલ નહીં જાય, મનના મેલથી નિવૃત્ત થવું હોય તો બાપુ સાહેબ કહે છે કે આ મન રૂપી વતર તારૂં મેલુ થયું છે એને બ્રહ્મ જળમાં જઈને ધોજે ભાઇ રે
તારૂં મૂળ તપાસીને જોજે આત્મા પરમાત્મામાં મન મોજે
હવે સંત મિલે ફળ ચારની પ્રાપ્તિ થાય છે (૧) ધમે (૨) અર્થે (૩) કામ અને (૪) મોક્ષ એ ચાર ફળની પ્રાપ્તિ થાય છે
સંતો ભાઈઓ શાંતિ પમાડે તેને સંત કહીએ તેના દાસના દાસ થઈને રહીએ
હવે સદગુરૂ મળે અનંત ફળની પ્રાપ્તિ થાય છે
અનંત એટલે એનો કોઈ અંત જ નહીં એને અનંત કહેવાય,
જય ગુરૂ મહારાજ