🙏👏 તોરલ જાડેજા ને એમ કહે છે ' ' જાડેજા ઝટ દોડીને જાઈએ ગુરુજીના દેશમાં
આપણે વાર ના કરીએ લગાર, ગુરુજીના પ્રતાપે તોરલ બોલીયા,
મારા સાધુડાનો અમરાપુરમાં વાસ.' ' નિજીયા ધરમ પંથમાં થયેલા સતી તોરલ અને જાડેજા જે સદગુરુના દેશમાં જવા માટે વાર નહીં કરવા જણાવે છે,
સદગુરુનો દેશ એટલે એવી ભૂમિકા કે જ્યાં અહોનીશ આનંદની હેલી વરસે છે, જયા જન્મ મરણનો ભય નથી, ઇર્ષા, અદેખાઈ, મારૂ તારું, ચાડી ચૂગલી, દ્વેઇષ, નથી, દુતીય ભાવ નથી, જ્યાં સૉણ્હ કલાના હાંસો મોજ કરે છે, અને અભય પદને પામ્યા છે એવી મારા સદગુરુની ભૂમિકામાં અહોનીશ રહેવાની મજા છે માટે આપણને પણ સદગુરુના દેશની ખબર છે સદા આનંદ કરવા જેવો છે સાહેબ.👏🙏🌹