Gujarati Quote in Religious by બાબા સત્સંગી

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દાસી જીવણ સાહેબની વાણી..
.................................................
આજો ગગનથી લહેરુ આવે,
ઝર ઝર નેણા અમર ઝરે રે,
ઝીણા ઝીણા મોતીડા વરસે,
ધ્યાન અખંડ જો ધરે રે. અજો

ચહુ દીશ ફોર વાસના વ્યાપી,
બીજ રૂપિયો નહી બળે,
લાગી લંુબ ગગનમા મોરી,
તે આંબલીયો સુફળ ફળે રે. અજો

મરજીવા નર ચડે મેદાને,
વીણી મોતી સોઈ વળે રે,
પારસમણિના એજ પારખા,
નિપજ આવે ખુબ ખળે રે. અજો

ઓહં સોહંમકી ઝળહળ જયોતિ,
ચાંદો સુરજ માય દીપ ઝરે,
પુરવી ગંગા પશ્િમ પ્રકાશી,
ગગન ગુફામે ગવન કરે રે. અજો

ત્રિકુટી મહોલમે કરલે તકીયા,
સુખમન સાધે અરથ સરે રે,
દાસી જીવણ સત ભીમના ચરણા,
કીમત વાળા આદેશ કળે રે.અજો..
.................................................
જય ગુરુ મહારાજ સાહેબ બંદગી....

Gujarati Religious by બાબા સત્સંગી : 111598093
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now