સાવ સૂનું લાગતું તારા વિના.
આજ કેવું ભાસતું તારા વિના.
તું હસે મારે બધું આવી જતું,
ના કદીએ જામતું તારા વિના.
હોય તારા સંગમાં દુઃખો ઘણાં,
એકલા ના ફાવતું તારા વિના.
રાહ જોવાની નથી આદત મને,
કોણ મુખ મલકાવતું તારા વિના.
ધન્ય લાગે છે મને જીવન હવે,
ના મને સંભાળતું તારા વિના.
( ગાલગાગા2 ગાલગા )
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર