મળે નજરમાં , અમૃત વરસતું જ્યાં
નજારો જીંદગીનો, રંગીન થાય ત્યાં;
ઝખ્મોથી રાહત ,મળી જવાની પછી,
દર્દે દિલ મરહમી , હોય છે સદા ત્યાં;
દિલથી દુઆઓ, નીકળતી જ રહેશે,
શબ્દ માં ઈબાદત , કવિતા હશે ત્યાં;
તપતી હતી ધરતી ના, હ્રદયની વેદના,
હર્ષાશ્રુ જેવો વરસતો , હોય છે ત્યાં;
સુખદુઃખ મનમાં સદા રહેવાનું જિંદગી,
આનંદ સ્વરૂપ માં, સહજ શાંતિ છે ત્યાં;
-મોહનભાઈ આનંદ