Gujarati Quote in Religious by Krupa Thakkar #krupathakkar

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જય માતાજી 🙏🌹
માતાજી ની સ્તુતિ 👇
https://youtu.be/Jw38J8hAt5g

વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા,
વિદ્યાધરી વદનમાં વસજો વિધાતા;
દુર્બુદ્ધિ દૂર કરીને સદબુદ્ધિ આપો
મામ્ પાહિ ઓમ ભગવતી ! ભવ દુઃખ કાપો. 1

ભૂલો પડી ભવરણે ભટકું ભવાનિ,
સુઝે નહિ લગીર કોઇ દિશા જવાની;
ભાસે ભયંકર વળી મનના ઉતાપો,
મામ્ પાહિ ઓમ ભગવતી ! ભવ દુઃખ કાપો. 2

આ રંકને ઉગરવા નથી કોઇ આરો,
જન્માંધ છું જનની હું ગ્રહી બાંહ્ય તારો,
ના શું સુણો ભગવતી શિશુના વિલાપો,
મામ્ પાહિ ઓમ ભગવતી ! ભવ દુઃખ કાપો. 3



મા કર્મ જન્મ કથની કરતાં વિચારું,
આ સૃષ્ટિમાં તુજ વિના નથી કોઇ મારું,
કોને કહું કઠિન યોગ તણો બળાપો,
મામ્ પાહિ ઓમ ભગવતી ! ભવ દુઃખ કાપો. 4

હું કામ ક્રોધ મદ મોહ થકી છકેલો,
આડંબરે અતિ ઘણો મદથી બકેલો,
દોષો થકી દુષિતના કરી માફ પાપો,
મામ્ પાહિ ઓમ ભગવતી ! ભવ દુઃખ કાપો. 5

ના શાશ્ત્રના શ્રવણનું પયપાન પીધું,
ના મંત્ર કે સ્તુતિ કથા નથી કાંઇ કીધું,
શ્રદ્ધા ધરી નથી કર્યા તવ નામ જાપો,
મામ્ પાહિ ઓમ ભગવતી ! ભવ દુઃખ કાપો. 6

રે રે ભવાનિ બહુ ભૂલ થઇ છે મારી,
આ જિંદગી થઇ મને અતિશય અકારી,
દોષો પ્રજાળી સઘળાં તવ છાપ છાપો,
મામ્ પાહિ ઓમ ભગવતી ! ભવ દુઃખ કાપો. 7

ખાલી ન કાંઇ સ્થળ છે વિણ આપ ધારો,
બ્રહ્માંડમાં અણું અણું મહીં વાસ તારો,
શક્તિ ન માપ ગણવા અગણિત માપો,
મામ્ પાહિ ઓમ ભગવતી ! ભવ દુઃખ કાપો. 8

પાપે પ્રપંચ કરવા બધી વાતે પૂરો,
ખોટો ખરો ભગવતી પણ હું તમારો,
જળ અંધકાર દૂર કરી સદબુદ્ધિ આપો,
મામ્ પાહિ ઓમ ભગવતી ! ભવ દુઃખ કાપો. 9

શીખ સુણે રસિક છંદ જ એક ચિત્તે,
તેના થકી ત્રિવિધ તાપ ટળે એકચિત્તે,
વાઘે વિશેષ વળી અંબા તણા પ્રતાપો,
મામ્ પાહિ ઓમ ભગવતી ! ભવ દુઃખ કાપો. 10

શ્રી સદગુરુ શરણમાં રહીને યજું છું,
રાત્રિદિને ભગવતી તુજને ભજું છું,
સદભક્ત સેવકતણા પરિતાપ ચાંપો,
મામ્ પાહિ ઓમ ભગવતી ! ભવ દુઃખ કાપો. 11

અંતર વિષે અધિક ઉર્મિ થતાં ભવાનિ,
ગાઉં સ્તુતિ તવ બળે નમીને મુંડાણી,
સંસારના સકળ રોગ સમૂળ કાપો,
મામ્ પાહિ ઓમ ભગવતી ! ભવ દુઃખ કાપો. 12
મામ્ પાહિ ઓમ ભગવતી ! ભવ દુઃખ
મામ્ પાહિ ઓમ ભગવતી ! ભવ દુઃખ કાપો.

Gujarati Religious by Krupa Thakkar #krupathakkar : 111596765
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now