જિંદગી.....
તુ મારી જ છે ને?
કે બીજા કોઈ ની?
ક્યારેક તુ મને રંગીન બનાવી દે છે,
તો ક્યારેક મારા બધા રંગ ઉડાડી દે છે.
ક્યારેક મારામા નવા સંગીતનું સર્જન કરી દે છે,
તો ક્યારેક મને મૌન બનાવી દે છે.
ક્યારેક તું મને આસમાને લઇ જાય છે,
તો ક્યારેક તું મને પતંગની જેમ કાપીને નીચે લાવી દે છે.
ક્યારેક તું મને વરસાદની જેમ ભીંજાવી દે છે,
તો ક્યારેક મને સાવ કોરી કરી દે છે.
ક્યારેક તું મને "હું" થવાનો એહસાસ અપાવે છે,
તો ક્યારેક તું મને શૂન્ય બનાવી દે છે.
આ બઘું જ જાણવા છતાં
ક્યારેક તું મને અજાણ પણ બનાવી દે
જિંદગી.....
સાચે જ, તું મારી જ છે ને?
કે બીજા કોઈની?