રસ્તે જાતાં નજર નિહાળી ઝૂલે ઝૂલતી નારી,
હસ્યાં બંને નજરો થી નજર મિલાવી અમારી.
કાળા ભમ્મર કેશ લહેરે અડખીલી કરતા ગાલે,
કેશ ની લટને હું સહેલાવું પૂનમ નો ચન્દ્ર લાગે.
થંભી ગયો રસ્તો ને રોકાઈ ગયો ઝુલો જાણે,
અંધકાર ગયો રિસાઈ હરપળ અજવાળું જાણે.
મિલન મુલાકાતો નો દોર જામ્યો રોજ બસ સાંજે,
સાંજ ની હરદમ વાટ નિહારુ ઉગતા સૂર્યની સવારે.
""અમી""
-અમી