વ્હાલા મમ્મી-પપ્પા,
જય શ્રી ક્રિષ્ના,કેમ છો?મને પણ સારું છે . તમે તો મને ભૂલી ગયા કેમ પપ્પા સાસરે આવી એટલે ભૂલી જવાની મને ?પપ્પા તમે દવા ટાઈમ પર લેવાનું ભૂલતા નહીં. ને હા,મમ્મી મારા પપ્પા ને ગાજર નો હલવો ભાવે છે તો એ બનાવી આપજો. છોટુ શું કરે છે? ..
પપ્પા આ ટેકનોલોજી ના જમાના માં આજે મને પત્ર લખવા નું મન થયું. 4×4 ઈંચ ના ડબ્બા ને એક બાજુ મુકીને આજે તમે આપેલી પેન ને એક નાનો કાગળ નો ટુકડો લઈને લખવા બેઠી . હા બોવ જ યાદ આવે છે તમારા બધાની . આ સાસરે જવાનો રીતિ-રિવાજ જ કોને બનાવ્યો? શું આ રીતિ-રિવાજ બદલાવી એતો? પપ્પા તમેં કહેશો નહીં સુધરે હજુ નાની જ રહી,હા પપ્પા હું હજી નાની જ છું પણ તમે મને સાસરે મોકલી ને મોટી કરી દીધી.
મમ્મી જયારે તું મને સવાર સવાર માં ઉઠાડતી ને કહેતી "ઉઠીજા હવે મોટી થઇ સાસરે જવાનું છે સાસરે આવું નહીં ચાલે,ત્યાં વહેલું ઉઠવું પડશે ત્યાં હું ઉઠાડવા નહીં આવું" તયારે હું હજુ પાંચ મિનિટ હજુ પાંચ મિનિટ કહીને એક કલાક સુતી રેહતી . મમ્મી અત્યારે હું પાંચ વાગ્યા નું એલાર્મ વાગતા ની સાથે જ ઉઠી જાવ છું. કાલેતો હજુ તારી છોકરી જીન્સ પહેરતી આજે સાડી પહેરતી થઈ ગઈ . મમ્મી બોવ જ યાદ આવે છે તારી સાથે નો એ મીઠો ઝગડો વાત માં તારું મને ટોકવું-રોકવું , અહીં તો બધાની ઈચ્છા ને સપના પુરા કરતા કરતા મારી ઈચ્છા ને સપના અધૂરા જ રહી ગયા.
ભાઈ એ નાસ્તા માટે મારી જોડે ઝગડો કરવો,મારા વાળ ખેંચવા, મારા હાથ ની આંગળી જોડે તારું રમવું બોવ જ યાદ આવે છે . હા ભાઈ હવે તારા પોકેટ માંથી પૈસા ગાયબ નહીં થાય મને ખબર હતી કે તને ખબર છે પૈસા કોણ ગાયબ કરતું તો પણ તું મમ્મી ના કહેતો . મારે ફ્રન્ડ જોડે બહાર જવું હોય તયારે તું જ મમ્મી પપ્પાને માનવી ને મને મુકવા માટે આવતો . ભાઈ યાદ છે એ જયારે કાચ ના ગ્લાસ મારા હાથ માંથી છૂટી ગયા હતા ને બધા કટકે કટકા જઈ ગયા હતા તયારે તે મને મમ્મીથી બચાવી હતી . પણ ભાઈ અહીં કોઈ મને બચાવવા વાળું નહીં . એક ગ્લાસ પડવાની સાથે જ બહાર થી એક અવાજ આવે છે "કેમ હાથ તુટી ગયા છે ? વસ્તુ હાથ માંથી કેમ પડે છે?". જે વાત મેં મમ્મીને નહીં કહી એ વાત હું તને કહેતી . મમ્મી કેહતા હતા કે મારી વિદાય થઈ પછી તું બહાર જતો રહીયો હતો પણ ભાઈ મને ખબર છે તું બધાની સામે ના રડી શકે એટલે તું બહાર જઈ ને રડ્યો છે . ભાઈ મમ્મી પપ્પા નું ધ્યાન રાખજે.
બસ પપ્પા હવે આનાથી આગળ મારાથી નહીં લખાય મને ખબર છે જેમ હું રડતા રડતા આ પત્ર લખું છું તેમ જ તમે ને મારા મમ્મી રડતા રડતા આ વાંચી રહીયા . પપ્પા હવે વધારે નહીં પણ આવતા જ મહિના માં. તમારી દીકરી આવે છે તમને મળવા માટે એટલે તમે મારા માટે પેલી રામુકાકા ને પાણીપુરી ને મમ્મી ને કહેજો મારા માટે એના હાથની દાલઢોકલી ખાવી છે હું આવું એટલે એ તૈયાર રાખજો.
તમારી વ્હાલી દીકરી....
( સાસરે ગયેલી દીકરી પોતાના પિયર માં પત્ર લખે છે)