વિચારો સરસ છે વલણમાં નથી,
કીધેલું કશું આચરણમાં નથી.
ગણ્યાં ના કરો વૈભવી વારસો,
જુના કોઈ સિક્કા ચલણમાં નથી.
જુઓ ના દયા કે કૃપા ભાવથી,
હું કાંઈ તમારી શરણમાં નથી.
પડ્યો તો હું એની ગલીમાં ભુલો,
પછી શું થયું એ સ્મરણમાં નથી.
છે સંતોષની વાત "સાગર" જુદી,
જે કણમાં મળે છે એ મણમાં નથી.
રાકેશ સગર, સાગર, વડોદરા ...