નવરાત્રીની આપ સૌને શુભેચ્છા...માઁ આપ સૌના પરિવારમાં સુખ, શાંતિ, સમૃધ્ધિ, સંપત્તિ અર્પે એજ માં ભગવતીના ચરણોમાં પ્રાર્થના...
કુળદેવી માત ની જય 🙏🌹🙏
🌹જય માતાજી🌹
👇
https://youtu.be/7TJwdtBE-9E
એવા સાત સાત દેવી ને વીરો માનતા
કોઈ ના આવે કુળદેવી ની તોલ રે
કુળદેવી માતા રક્ષા કરો અમારા કુળ ની , માડી ચડતી રાખો અમારા કુળ ની
એવા પહેલે નોરતે માડી પ્રગટ થયા , બીજે માએ થઇ આભુષણ અંબે
કુળદેવી માતા રક્ષા કરો અમારા કુળ ની , માડી ચડતી રાખો અમારા કુળ ની
માં એ ત્રીજે ખડગ ત્રિશુળ ધર્યા , ચોથે માં એ માર્યો મહીસાસુર રે
કુળદેવી માતા રક્ષા કરો અમારા કુળ ની , માડી ચડતી રાખો અમારા કુળ ની
એવા પાંચમે નોરતે માડી પ્રસન્ન થયા , છઠે માએ સોળે સજ્યા શણગાર રે
કુળદેવી માતા રક્ષા કરો અમારા કુળ ની , માડી ચડતી રાખો અમારા કુળ ની
એવા સાતમે નોરતે માડી સંચરીયા , આઠમે માં એ પૂરી સૌ ની આશ રે
કુળદેવી માતા રક્ષા કરો અમારા કુળ ની , માડી ચડતી રાખો અમારા કુળ ની
એવા નવમે માં નારાયણી રૂપ છે , દસમે માં એ આરોગ્યા નીવેદ રે
કુળદેવી માતા રક્ષા કરો અમારા કુળ ની , માડી ચડતી રાખો અમારા કુળ ની
એવા ભક્તો પાયે પડી ને વિનવે , પૂરજો માડી સૌ ભક્તો ની આશ રે
કુળદેવી માતા રક્ષા કરો અમારા કુળ ની , માડી ચડતી રાખો અમારા કુળ ની
માડી રક્ષા કરો અમારા કુળ ની
માડી ચડતી રાખો અમારા કુળ ની
માડી બઢતી કરો અમારા કુળ ની
માડી રક્ષા કરો અમારા કુળ ની