સળગતા આ ગગનમાં, વિરાન થયેલા ચમનમાં.
રખડે છે કઈક બાળકો,આઝાદ થયેલા વતનમાં.
મોતનો માતમ છે , ચૂક થઈ છે ધર્મના અધ્યનમાં.
સ્વાર્થની રોટલી ચડી,નથી રહ્યો વિશ્વાસ વચનમાં.
અનેકતામાં એકતા વાળો મારો ભારત દેશ હતો,
શ્રી રામ અને શ્રી કૃષ્ણનો આ દેશ પરિવેશ હતો.
સુભાષ, ગાંધી, અને સરદાર હતા રાષ્ટ્ર સમર્પિત,
સરદારની મક્કમતા અને ગાંધીનો ખાદી ખેસ હતો.
પક્ષવાદના નારાઓ ગુંજી રહ્યા છે મારા વતનમાં...
ભૂખમરીનો કાળ કેવો, બસોમાં બાળ વહેંચાય છે,
રાષ્ટ્રહિત ને નેવી મૂકી, યુવા નગ્ન તરફ ખેંચાઈ છે.
ગયા જે અખંડ દેશ બનાવી, એ રુદન કરે સ્વર્ગે,
કર્યો હતો એક એ દેશ જાતિ ધર્મમાં વહેંચાય છે.
તે લાશોના સોદાગરો માળી બન્યા છે ઉપવનમાં...
હોવાય છે દીકરીઓ આજ પણ દહેજની આગમાં,
એ બાપે આપ્યો છે દિલનો કટકો, વધુ તું માંગમાં.
ભણાવી ગણાવી મોટી કરી, હરેક ઈચ્છા પૂરી કરી,
એવા બાપનું દિલ, દીકરી એક છોકરા માટે ભાગમાં.
બાપ સુઈ નથી શકતો, આવી ઘટના આવે સપનમાં...
સંસ્કારની ખોટ પડી છે, અધમતા તરફનું પ્રયાણ છે,
નથી ક્યાંય શ્રી ગીતા, ક્યાં ઘરમાં હવે રામાયણ છે?
એ અંધ માતા પિતા કઈ રીતે શ્રાપ આપી શકે હવે,
એમની પીઠ પર ખૂબ શ્રવણનું ચલાવેલું બાણ છે.
"મનોજ" આ પૂરો સમાજ ભળી રહ્યો હવે પતનમાં...
મનોજ સંતોકી માનસ