Gujarati Quote in Story by Tr.Anita Patel

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અરીસો અસ્તિત્વનો.
-@nugami.
"પેપર ક્યાં મૂક્યું છે,મધુરાં? મળતું નથી."પ્રણવ ટાઇ ને સરખી કરતા બોલ્યો.

"હોલમાં જ ટેબલ ઉપર,જોઈ લો ને". મધુરાં રસોડા માં ટિફિન ભરતાં બોલી.

"મારી પાસે ક્યાં એટલો સમય છે ? તને તો ખબર જ છે ને, રોજ તું જ સમાચારની હેડલાઇન્સ સંભળાવે છે મને!"

"હા,ખબર છે મને."રૂમાલ વડે હાથ લૂછતાં મધુરાએ કહ્યું.

"તો પછી આજે શું થયું? સંભળાવ.અને નાસ્તો લાવ મોડું થાય છે."ખુરશી પર બેસતા પ્રણવ બોલ્યો.

"હમમ" ટેબલ પર ચા અને નાસ્તો મૂકતાં મધુરાં સાડીનો છેડો સરખો કરતાં બોલી.

"હમમ શું? સમાચાર માં કઈ નવું આવ્યું છે , કે પછી હમમ નો ટ્રેન્ડ ચાલુ છે?" હસતાં હસતાં પ્રણવ બોલ્યો.

"ના ટ્રેન્ડ તો ચાલુ નથી પણ તમે મારું હમમ સાંભળ્યું એ પણ ઘણું છે ,બાકી તમને સમાચાર સિવાય કઈ બીજું મને પૂછવાની નવરાશ જ ક્યાં છે?બોલીને બાલ્કનીમાં કપડાં સુકાવા ચાલી ગઈ.

આ તરફ પ્રણવ ચા પીને ઓફિસે જવા નીકળ્યો.
"હું જાઉં છું મધુરાં,bye."

મધુરાં ફરી એક વાર આલીશાન ઘરમાં એકલી મુંઝાતી રુંધાતી આજના દિવસે શું કરવું એ વિચારતી રહી.
આજે કંઇક અલગ જ મિજાજ હતો.
મધુરાં પોતાના રૂમમાં ગઈ અને અરીસા સામે ટેબલ પર બેસી ગઈ.
ઘણાં સમય સુધી પોતાને નિહાળ્યાં કર્યું.વિચારવા લાગી કે "હું કોણ છું? મારું અસ્તિત્વ શું છે?લગ્ન પહેલા તો હું આવી નહોતી.મને શું થઈ ગયું છે? હું આ રીતે જીવન ની દરેક પળ નકામી કેમ જવા દઉં છું? ખવડાવું ,પીવડાવવું, ઘર સંભાળવું,બધા નું ધ્યાન રાખવું,બસ આજ? મારા પોતાના માટે મે શું કર્યું? મેં કુટુંબમાં બધા ને પ્રેમ આપ્યો ,શું હું મારી જાત ને પ્રેમ કરી શકી? બધા માટે કલાકો ના કલાકો સેવામાં વ્યતીત કર્યા ,શું એક મિનિટ મેં મારા માટે નીકાળી?
શું મારું અસ્તિત્વ આજ છે અને એની સાથે હું રાખ પણ થઈશ.તો હું મારા માટે ક્યારે જીવીશ?"
ઘણાં વિચારો સાથે એનું મન રમવા લાગ્યું.

સ્ત્રી વિના ઘર માત્ર મકાન છે.પણ એ મકાન ને ઘર
બનાવવામાં ને બનાવવામાં સ્ત્રી પોતે મકાન બનતી જાય છે.અને ઈશ્વરે આપેલી સુંદર દેન એવી પોતાની આત્માને બીજા ના સુખ માં જ અર્પણ કરી દે છે.પોતાનું અસ્તિત્વ પોતાના પ્રિયજનો ની પાછળ વિનામૂલ્યે ખર્ચી નાખે છે.

કપાળ પર ચાંદલો ચોંટાડી,કાન માં ઝુમખા પહેરી ,નાક માં નથણી પહેરી અને માથા પરનો અંબોડો છોડ્યો, ચહેરાની સુંદરતા જાણે પૂનમનો ચંદ્ર. ઘણાં સમયે અરીસા ની પેલી બાજુ એક અલગ જ મધુરાં જોવા મળી. ક્યાંક પોતાની જાત માં પોતાને જ શોધતી........
-@nugami.

Gujarati Story by Tr.Anita Patel : 111593151
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now