* અસર *
થઇ જ ના જો તને મારાં ન હોવાની અસર ,
તો નક્કી રહી હશે , મારાં પ્રેમમાં કસર .
આંખોનાં ખૂણેથી ડોકિયું કરી લે છે ભીનાશ ,
તું દૂર ગયો તો હશે મારાં જ પ્રેમમાં કચાશ .
પ્હોંચી ન શકી તારા સુધી મારી લાગણી ,
અધૂરી રહી હશે મારાથી જ પ્રીતની માંગણી .
પૂરી કરી ના શકી હું તારી કોઈપણ માંગ ,
એથી જ બુઝાઈ હશે પ્રેમની આગ .
રંગાયા જો અન્યનાં રંગે તારા અંગ ,
તો જરૂર કાચા હશે મારા પ્રીતનાં રંગ .
માન્યું કે છે મારો પ્રેમ એકતરફી ,
તો કહે ને મને ,
તેં પ્રેમની બધી જ વાતો કેમ સ્વીકારી ??