Gujarati Quote in Poem by DOLI MODI..URJA

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક દાણો લેવાની ખાતીર કીડી બધી ગોઠવાય છે......

પડે સો વાર ચડતાં ઊપર તોપણ શીખરે જાય છે......

માળો બનાવવા પક્ષી કણ કણ ભેગું કરવા જાય છે.......

આંધીને તોફાનને એની પરવાહ કદીય કયાં થાય છે.....?

હાર ન માને એ ફરી માળો બનાવવા ઉડતું થાય છે......

કાંટાની અડચણ કયાં ફુલોને ખીલવામાં થાય છે....?

મહેક એની ચારે દિશાએ હર ઘડી ફેલાય છે........

આગ પેટની ઠારવા વનરાજ આમતેમ અથડાય છે......

ખુદ ઠારે આગ પેટની તોય વનરાજ કેહવાય છે........

મુશ્કેલીઓના પહાડ ઘણાં ધીરજથી ઓળંગાય છે.......

ન થાકી હારી મેહનતથી માનવ આગળ વધતો જાય છે.....

🙏જય શ્રીકૃષ્ણ 🙏

Gujarati Poem by DOLI MODI..URJA : 111592491
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now