પરખાય છે પોતાનાં કે પારકાં નિયત થકી.
પરખાય છે સત્ય કે અસત્ય નિયત થકી.
બોલવા ચાલવામાં તો સૌ સારાં જ લાગે,
પરખાય છે સ્વાર્થ કે પરમાર્થ નિયત થકી.
મલિન ભાવના મન તણી છાની ન રહેતી,
પરખાય છે સજ્જન કે દુર્જન નિયત થકી.
કૂડ કપટ કે દગો ક્યારેક વાણીમાં દેખાતો,
પરખાય છે કંચન છે કે કથીર નિયત થકી.
ઉન્નતિ કે અવનતિ અવલંબે પ્રકૃતિ ઉપર,
પરખાય છે રાજા છે કે રંક નિયત થકી.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.