તારી ને મારી એ પેહલી મુલાકાત
તને તો યાદ હશે ને..?
મળ્યા તા' છુપાતા છપાતા,
એ સંધ્યા તો યાદ હશે ને..?
સન્નાટો છવાયો હતો તારીને મારી વચ્ચે,
બે દિલના ધબકારાનો શોર,
તને તો યાદ હશે ને..?
શબ્દો ખોવાયા હતા તારીને મારી વચ્ચે,
ઘણું બોલ્યા એ બંધ હોઠોના રાઝ,
તને તો યાદ હશે ને..?
ન હતી કોઈ કસમ તારીને મારી વચ્ચે,
આંખોથી કર્યો એ જન્મોનો કરાર,
તને તો યાદ હશે ને..?
છોડીને ગયો તુ મને રસ્તાની વચ્ચે,
ઉભી હું એ રસ્તે હજી,જોવું તારી વાટ,
તને તો યાદ હશે ને..?
સપના છુપાવ્યા તારા પાંપણની વચ્ચે,
ને નીંદ ચોરી લઈ ગયો તુ હસતે મોઢે,
તને તો યાદ હશે ને...?
સંબધ નહી કોઈ રચાયો આપણી વચ્ચે,
ભરોસાતણો રેશમનો દોર રહ્યો કાચો,
તને તો યાદ હશે ને..?
પાછો નહી વળે તુ આ કેડીની વચ્ચે,
મકકમ એ ઈરાદો તારો ,લીધીતી તે કસમ ,
મને તો યાદ રેહશે ને..?
🙏જય શ્રી કૃષ્ણ 🙏