શાલિની
છે કલ્પનામાં છતાંયે,
મળતી નથી કોઈ માહિતી.
અણજાણી ઓળખાણ છતાંયે,
લાગે મને જેની મોહિની.
કામ થકી જેણે કીધા કામણ,
ને યાદ થકી જે યોગીની.
વાણીનું વરદાન અનોખું,
છલકે નવરસ સોહિની.
અંતરના ઉંડાણે પ્રગટેલ,
નવતર ગંગા વાણીની.
દિલના કોમલ ભાવોને નિર્દોષતા,
છલકે નયને પાણીની.
વાતોમાં જેની વિલાસી છાયા,
મિત્રોની જેને લાગે માયા.
અણજાણ્યા ને રાહ ચીંધવા,
ઉભા રહે જે હાથ ઝીલીને.
સદા સુશોભિત ચહેરો જેનો,
ને નયનોમાં જેના નલિની.
કરે વાતો જે શાણપણથી,
ને નામ એનું "શાલિની".
-ડૉ.સરિતા (માનસ)