એ પહેલી મુલાકાત હતી,
બંનેની ખામોશી હતી,
શ્વાસની આવનજાવન હતી,
તું કહે માંજ પળો વહી,
આંખોમાં જ વાત કહી,
દિલમાં ઉતરતી રહી,
વાચા ફૂટી જીહવા પર,
મૌનની દુશ્મની તૂટી,
બે ઘડી પલમાં વીતી,
એમને હું ગમી,
મારી બિન્દાસી ગમી,
મારી અદાઓ ગમી,
હા પાડીને જવું છું,
એમની એ વાત ગમી.
પહેલી મુલાકાત ગમી.
""અમી""
-અમી