https://youtu.be/dMhLJZBFWIw
👆નવરાત્રી ની અગાઉ થી શુભ કામના આ માતાજી નો ગરબો મે લખ્યો છે , સ્વર બદ્ધ કર્યો છે અને ગાયો પણ છે આશા રાખું છું કે તમને સૌ ને ગમશે 🙏
મારા રૂદિયા માં વસે મારી માવડી
મારી માવડી મારી માવડી
હું તો લઉં મારી માડી નાં ઓવારણાં
ઓવારણાં, ઓવારણાં, ઓવારણાં
મારા રૂદિયા માં વસે મારી માવડી
માં ને શોભે છે લાલ ચટક ચુંદડી
એની હીરા જડિત છે ચુડલી
ઝાંઝરી ના ઝણકારે.. ઘૂઘરી ના રણકારે...
મારા રૂદિયા માં વસે મારી માવડી
કુમકુમ પગલે પધારો મારી માવડી
દ્વારે સાથીયા પૂરાવ્યાં મારી માવડી
મારા રૂદિયા માં વસે મારી માવડી
જીવન ધન્ય બનાવો મારી માવડી
શ્રધ્ધા સુમન સ્વીકારો મારી માવડી
મારા રૂદિયા માં વસે મારી માવડી