અસ્તિત્વ જાણે નવો આકાર લઈ રહ્યો છે,
મારા હોવાનો આભાસ જાણે મને પણ કરાવી રહ્યો છે,
હવામાં સુગંધ ભળે મને પણ એમ ભેળવી રહ્યો છે,
કુદરતનો એક અનોખો રંગ ભીતર ખીલવી રહ્યો છે,
સાત રંગનો નવો જ અદ્ભુત નમૂનો
રચી રહ્યો છે,
મનોરંજન મારા જીવનનું એ માણી રહ્યો છે,
સોળે કળાએ ખીલું એની વાટ જોઈ રહ્યો છે,
અનંતતા મારામાં કેળવી રહ્યો છે.