#પોસ્ટમેન
નવા જન્મના વધામણાં લઈ ને આવે છે એ..,
શાળાના ઉજ્જવળ પરીણામ લઈને આવે છે એ..,
નવી ફૂટેલી કુંપળો જેવા પ્રેમ પત્ર લઈને આવે છે એ..,
સાસરે ગયેલી દિકરી નો વહાલ લઈને આવે છે એ..,
ખાલી હાથે આશીર્વાદ ની રાખડી લઈને આવે છે એ..,
સાસરીમાં ખોવાયેલી દિકરી માટે મા-બાપ લઈને આવે છે.,
શહેરમાં ભણવા ગયેલ દિકરાની નોકરી લઈને આવે છે એ.
કોણ કે છે એ પોસ્ટમેન બની ને ટપાલ લઈને આવે છે એ..,
વિરહમાં સગળતાં સ્વજનોનો મેળાપ લઈને આવે છે લાગણીઓની વર્ષા થેલામાં ભરીને આવે છે.. RV👑