#પોસ્ટમેન
આજે વર્લ્ડ પોસ્ટ ડે / વર્લ્ડ પોસ્ટ ઓફિસ ડે છે, જેની શરૂઆત ૧૮૭૪ માં સ્વીત્ઝર્લેન્ડ ની રાજધાની માં યુનિવર્સલ પોસ્ટલ યુનીયન ના વાર્ષિક દિવસની ઉજવણીનાં ભાગ રૂપે થયેલ અને તેની ૧૯૬૯ માં ટોકિયો ખાતે યોજાયેલ યુ.પી.યુ. કોંગ્રેસ માં વૈશ્વિક રીતે જાહેરાત થયેલ.
હમણાં મારા એક સ્નેહી જને ટેલીફોન પર ખબર અંતર પુછ્યા પછી કહ્યું તમારું પોસ્ટલ એડ્રેસ મને મેસેજ કરશો. આને તેમની લાગણી મુજબ મેં એડ્રેસ મોકલ્યું એટલે તેમણે મને પોસ્ટ કાર્ડ લખી મારી તબિયતની પૃચ્છા તથા સંપૂર્ણ સ્વાસ્થ્ય પ્રાપ્તિ ની શુભેચ્છાઓ પાઠવી.
ઘણાં વર્ષો પછી કોઈનું લખેલું પોસ્ટ કાર્ડ આવ્યું તેથી ખુબ જ આનંદ ની લાગણી થઇ.
મારા પિતાજી મને ટપાલ - પત્ર લખવાની આદત પડે તે માટે મને પોસ્ટ કાર્ડ લખતા, હું જ્યારે નવો નવો નોકરી એ લાગેલો તે વખતમાં અને હું દર અઠવાડિયે ઘેર પણ જતો છતાં તેઓ લખતા અને મને જવાબ લખવા આગ્રહ કરતા.