ખુશીનું સ્મિત કે દુઃખ ના આંસુ લાવે છે,
જ્યારે પોસ્ટમેન ટપાલ લઈ ને આવે છે.
બારણે બેઠો હતો ટપાલીના ઇન્તજારમાં,
એ મજા હતી ઇન્તજારવાળા પ્યારમાં.
સંદેશ હોઈ પ્રિયનો કે મિત્રો પાત્ર હોઈ,
એક થેલામાં એ અનેક આશા લાવે છે.
હેલો બેબી, હાય બબુ માં પ્રિય ભુલાયું,
દુઃખ-ખુશીનું પર્વ મોબાઈલમાંનિભાવ્યું.
મોબાઈલના જમાનાવાળા શુ જાણે એ,
તે એક પત્ર સંબંધની મધુરતા લાવે છે.
પત્ર લખવાનો હવે ક્યાં કોઈ કરે છે પ્રયાસ,
અક્ષરના મરોડથી ઓળખે નથી એવું ખાસ
ખુશ્બુ પત્રની, મીઠાશ શબ્દોની ક્યાં રહી?
ક્યાં હવે એવા સ્નેહના સંબંધ નિભાવે છે.
હા, મેં પણ અનેક પત્રો એમને લખ્યા હતા,
આવતા ટપાલીમાં એમના પત્રનો ઝંખ્યાં હતા.
તે પત્રમાં, થોડો ઝઘડો હતો, ઘણી પ્રીત હતી,
પરબીડીયામાં અંગત લખેલું જ્યારે આવે છે.
મનોજ એ વાત ગઈ એ સમય પણ ગયો,
હાથેથી લખાતો સ્વજનનો પત્ર પણ ગયો.
પોસ્ટમેન લાલ ડબ્બામાં જોઈ નિરાશ થાય,
રોજ જોવે છે એ કોણ પત્ર લઈને આવે છે.
મનોજ સંતોકી માનસ
#પોસ્ટમેન