મને હજુ પણ યાદ છે
આપણા બંને ની
સગાઈ થઈ પછી ના એક
વરસ ના એ દિવસો!
આપણા સગપણ બાદ
એક સગપણ પોસ્ટમેન
સાથે પણ જનમ્યું હતું!
ત્યારે પોસ્ટમેન પણ ખૂબ વહાલો
લાગતો હતો!
આપણા પત્રોર્ચાર નો એ સાક્ષી હતો!
અઠવાડિયે બે પત્ર લખવાનો નિયમ
આપણે લગ્ન સુધી જાળવી રાખ્યો હતો!
આજના સમયમાં પ્રેમ પત્ર નું કયાં
કંઇ સ્થાન છે!
પત્ર લખવાની સંવેદના ટચ સ્ક્રીન માં
કેમ લખવી?
ને પત્ર વાંચતા જે અનુભૂતિ થતી
એ વિડિયો કોલિંગ માં આજે
નથી થતી!
આમ કેમ?
#પોસ્ટમેન