Gujarati Quote in Religious by Sheela Patel

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તારી યાદ આવી માઁ.....( પ્રાર્થના )

આજે મને તારી યાદ આવી છે માઁ અંબે
તારી જોને આ કેવી પહેલી નવરાત્રી આવી છે....!!

નથી રમી શકતા તારા બાળકો ગરબે માઁ
આ મહામારી કેવી મજબૂરી બની આવી છે...!!

પડ્યા અસ્થિના ઢગલા સ્મશાનમાં માઁ
સ્વજનોની આ કેવી અંતિમ વિદાય આવી છે....!!

તું તો સર્વશક્તિમાન છે હે મારી માવડી
તારી કરુણાની હવે જરૂરત આવી છે.....!!

સુના ચોક અકળાવી મુકશે બધાને માઁ
રમઝટ બોલાવતા ખેલૈયાના મુખે નિરાશા આવી છે....!!

આ તો કેવો આવ્યો કળિયુગ જોને માઁ
તારા ભક્તો માટે આ કેવી સજા આવી છે.....!!

✍️શીલા.

Gujarati Religious by Sheela Patel : 111587982
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now