કોઈને હણવાની ક્રિયા ન કરવી એટલે અહિંસા.
મન, વચનને કર્મથકી આચરવી એટલે અહિંસા.
મનથી અહિત કોઈનું વિચારતાં થાય છે હિંસા,
વાણીથી કોઈ વ્યક્તિ ન દૂભાવવી એટલે અહિંસા.
કર્મથી થતી હિંસા હંમેશાં પાપનો ઘડો ભરે છે,
કોઈની માનહાનિ કદીયે ન કરવી એટલે અહિંસા.
પરમધર્મ છે શ્રુતિએ ઉદ્ બોધેલો અહિંસા એ જ,
કોઈનું કશુંએ લઈએ ના છીનવી એટલે અહિંસા.
જ્યાંજ્યાં પરપીડન હોય ત્યાં હિંસા હોય મોજૂદ,
કોઈને રજૂઆત કરતી ન અટકાવવી એટલે અહિંસા.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.
#અહિંસા