Gujarati Quote in Thought by Tr Mrs Snehal Rajan Jani

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અહિંસા દરેક જગ્યાએ કામ આવતી નથી. ક્યારેક તો સામે થવું જ પડે છે. જ્યારે વાંક વગર કોઈ આપણને ફસાવે ત્યારે હિંસક વલણ અપનાવવું પડે, નહીં તો ગુનેગાર સાબિત થઈ જઈએ. જો માત્ર અહિંસાથી જ કામ ચાલી જતું હોત ને તો ભગવાને માનવ મનમાં હિંસાનો ભાવ ક્યારેય પેદા થવા જ ન દીધો હોત.
જો ભગવાન રામે શસ્ત્રો ન ઉઠાવ્યા હોત તો રાક્ષસોનો નાશ ન થયો હોત. પરશુરામ જેવા બ્રાહ્મણે પણ શાસ્ત્રોને બદલે શસ્ત્રો ઉઠાવવા પડ્યા. અને શ્રી કૃષ્ણએ તો કહ્યું જ છે કે જે હિંસાથી બીજાનું ભલું થતું હોય એ હિંસા યોગ્ય જ છે. જો અહિંસાથી જ બધી જગ્યાએ કામ થઈ શકતું હોત તો એ વાંસળી વગાડવાવાળો મહાભારત થવા જ ન દેત.
ક્યારેક આપણાં પોતાનાં બાળકોને પણ સાચો રસ્તો બતાવવા આપણે મારતાં હોઈએ છીએ, તો એ હિંસા નથી. એ માર એનાં ભલા માટે જ છે. કોઈ સ્ત્રી કે છોકરી પર કોઈ બળજબરી કરવાની કોશિશ કરે અને એ સ્ત્રી કે છોકરી એનાં પર વળતો પ્રહાર કરે તો એ હિંસા નથી, સ્વબચાવ છે. અહીંયા અહિંસાનું ભાષણ આપવા ન બેસાય. અહિંસા ત્યારે જ યોગ્ય છે જ્યારે ખબર હોય કે વાત સમજાવટથી પતાવી શકાય એમ છે.
#અહિંસા

Gujarati Thought by Tr Mrs Snehal Rajan Jani : 111587320
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now