હિંસા માત્ર બહારથી જ નથી હોતી... કેટલાક લોકો જે દયાભાવના વાળા હોય છે તે લોકો અંદરથી પોતાને જ દુઃખ પહોંચાડવામાં માં પુણ્ય માને છે. અંદરખાને જેટલી હિંસા હશે તેટલા જ પ્રમાણમાં બહાર અહિંસા હશે. મહાભારત માં ભિષ્મ પિતામહ આનું જ ઉદાહરણ છે તે પોતાની પ્રતિજ્ઞાઓ ને લીધે અંદરથી જ એટલા પિડાતા હતા કે બહાર હિંસા કરવાનો કોઈ માર્ગ જ નહોતો બચ્યો અને ગાંધીજી નો પણ અહિં સમાવેશ થાય છે પણ એક વાત સત્ય છે કે જ્યાં સુધી અંદરની હિંસા ચાલુ રહેશે ત્યાં સુધી બહારના બધા કાર્યો માત્ર દયા ના જ સ્વરૂપ કહેવાશે અને જ્યારે આન્તરીક હિંસા પણ નહીં રહૈ ત્યારે આપણા બધા કાર્યો કરુણા સ્વરૂપ માં જ હશે.
ગુલામ ભારત પહેલા થી જ ભુખમરા થી પિડાતુ હતું ત્યારે તેમને અન્ન જળ નો ત્યાગ કરાવી હડતાળ કરાવવી એ કોઈ મોટી વાત નહોતી . ગાંધી ના કામ કરુણાસભર હોત તો દેશ માં આટલી માનસિક ગુલામી ન હોત .
#અહિંસા